RBIની પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિ. વિરુદ્ધ કાર્યવાહી બાદ સીઈઓ વિજય શેખર શર્માએ રાજીનામું આપ્યું છે.
• વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો પ્રારંભઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના લોન્ચ કરી છે. રૂ. 1.25 લાખ કરોડના રોકાણ સાથેની યોજના સાથે ઘણાં રાજ્યોમાં પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીમાં 11 ગોડાઉનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ હેઠળ આગામી 5 વર્ષમાં સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટનની સંગ્રહ ક્ષમતા તૈયાર કરાશે.
• વ્યાસજી ભોંયરામાં પૂજા ચાલુ રહેશેઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં પૂજાપાઠ જારી રહેશે. અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી હતી.
• રાવીના જળને ભારતમાં જ રોકી શકાશે: પંજાબની રાવી નદી પર બેરેજ તૈયાર કરાયો છે, જેથી રાવી નદીનું જળ હવે માત્ર પંજાબ અને કાશ્મીરને જ કામ લાગશે.
• તમિલ મનીલા કોંગ્રેસ એનડીએમાંઃ લોકસભા પહેલાં તામિલનાડુમાં ભાજપને જી.કે. વાસનના તમિલ મનીલા કોંગ્રેસ પક્ષે ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
• ઝારખંડના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ભાજપમાંઃ લોકસભા ચૂંટણી પહેલાં ઝારખંડ કોંગ્રેસ પક્ષનાં એકમાત્ર સાંસદ ગીતા કોડા કોંગ્રેસને છોડીને ભાજપમાં જતાં રહ્યાં છે.
• અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથીઃ વડાપ્રધાને કહ્યું કે, ફરીથી અમારી સરકાર જ સત્તા પર આવશે અને ત્રીજી ટર્મમાં 111ના શુભઅંક સાથે આપણે મન કી બાત કરીશું
• અરુણાચલમાં 60 પૈકી 56 ભાજપનાઃ અરુણાચલ પ્રદેશમાં સત્તારૂઢ પક્ષ ભાજપમાં વધુ ચાર ધારાસભ્યો સામેલ થઈ જતાં 60 સભ્યોની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 56 થઈ ગયું છે.
• સિમિ આતંકી હનીફ ઝડપાયોઃ પ્રતિબંધિત સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમિ) સંગઠનના સભ્ય હનીફ શેખની 22 વર્ષ પછી ધરપકડ થઈ છે. તેના વિરુદ્ધ વર્ષ 2001માં દિલ્હીના એનએફસી પોલીસ મથકમાં યુએપીએ અને રાજદ્રોહના કાયદા હેઠળ કેસ નોંધાયો હતો.
• 1 જુલાઈથી ત્રણ નવા ક્રિમિનલ કાયદાઃ પહેલી જુલાઈથી દેશમાં ત્રણ નવા કિમિનલ કાયદા લાગુ થશે. તેને લઈને કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે તે અનુક્રમે બ્રિટિશ કાળના ભારતીય દંડ સંહિતા અને ભારતીય કિમિનલ પ્રોસિજર કોડનું સ્થાન લેશે. આ નવા અપરાધિક કાયદા ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે.
• હલ્દવાની હિંસાનો માસ્ટર માઈન્ડ ઝડપાયોઃ ઉત્તરાખંડ પોલીસને મોટી સફળતા મળી છે. હલ્દવાની હિંસાના માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિકની શનિવારે નવી દિલ્હી ખાતેથી ધરપકડ કરાઇ છે. 8 ફેબ્રુઆરીએ બનભુલપુરામાં ગેરકાયદે મદરેસામાં તોડફોડ બાબતે થયેલી હિંસામાં અત્યાર સુધી 78 લોકોની ધરપકડ કરાઈ છે.
• ઉત્તરપ્રદેશમાં ટ્રેક્ટર તળાવમાં પડતાં 24નાં મોતઃ ઉત્તરપ્રદેશના કાસગંજમાં શનિવારે એક તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં 24 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 8 બાળકોનો પણ સમાવેશ થાય છે. ટ્રોલીમાં 54 લોકો સવાર હતા. આ તમામ એટાના જૈથરાના રહેવાસી છે.

