સૂર્યમંદિરની થીમ પર કાલુપુર રેલવે સ્ટેશન નવું બનાવાશે

Wednesday 28th February 2024 05:05 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરાશે. આગામી 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર એરપોર્ટ કરતાં પણ અદ્યતન બનાવાશે. લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઇન્ટ જનરલ મેનેજર અર્પણ અવસ્થીએ રિડેવલપમેન્ટ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થશે, જેનો પ્લાન પણ નક્કી કરાયો છે. અમદાવાદ સ્ટેશનને રૂ. 2390 કરોડના પ્રોજેક્ટમાં સામેલ કરી 16 માળનું બિલ્ડિંગ બનાવાશે. 


comments powered by Disqus