અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિરમાં આભૂષણોની અર્પણવિધિ કરાઈ

Wednesday 17th April 2024 04:51 EDT
 
 

અંજારઃ સ્વામિ-નારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે હરિભક્તોને શ્રીમદ્ સત્સંગી જીવન કથા પારાયણમાં સ્વામી શૌનક મુનિદાસજીએ છપૈયાધામમાં પ્રભુ ઘનશ્યામ મહારાજની જીવનલીલાઓનું અમૃતપાન કરાવ્યું હતું.
કથા દરમિયાન બાલમુકુંદ સ્વામીએ ઉપસ્થિતોને આશીર્વાદ પાઠવ્યા હતા. અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિરમાં પધરાવવામાં આવનારી રાધાકૃષ્ણ દેવની મૂર્તિ માટેનાં આભૂષણોની અર્પણવિધિ કરાઈ હતી, જેમાં આભૂષણના સૌ દાતાઓનું સન્માન તેજેન્દ્રપ્રસાદજીના હસ્તે કરાયું હતું.
12 એપ્રિલે મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજીના 80મા જન્મોત્સવ નિમિત્તે શ્રી અંજાર સ્વામિનારાયણ મંદિરમાં સવારની મંગળા આરતી તેમના હસ્તે જ કરાવવામાં આવી હતી, તેમજ આ પ્રસંગે ઠાકોરજીનો ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સ્વામી ભગવદજીવનદાસજી સહિત વિવિધ મંડળોના સંતો, યુવા સંતો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus