મહેસાણાઃ કોરોનાકાળ દરમિયાન નાકમાં થતા ફંગસને પરિણામે મ્યૂકરમાઇકોસિસના કેસનું પ્રમાણ વધ્યું હતું. અઢી વર્ષ બાદ મહેસાણામાં મ્યૂકરમાઇકોસિસનો એક કેસ નોંધાયો છે. દર્દી માટે અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે અને ત્રણ ડોક્ટરની ટીમ મોનિટરિંગ કરી રહી છે.
મહેસાણાના આધેડને નાકમાં ફંગસ થઈ જતાં અમદાવાદ ખાતે લવાયા, જ્યાં મ્યૂકરમાઇકોસિસનું નિદાન થયું હતું. ત્યાં એક વખત સર્જરી કર્યા બાદ ફરીથી ફેલાવો થતાં 3 વખત ઓપરેશન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પછી મ્યૂકરમાઇકોસિસના કેસ રાજ્યભરમાં નોંધાતાં સરકાર એલર્ટ પર આવી ગઈ હતી.

