અનંત અંબાણીની ભવ્ય બર્થ-ડે પાર્ટીમાં સલમાન, જ્હાનવી અને સોનુ નિગમ છવાયા

Wednesday 17th April 2024 04:51 EDT
 
 

જામનગરઃ અંબાણી પરિવારના અનંત અંબાણીની ભવ્ય ત્રણ દિવસની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સલમાન ખાન, જ્હાનવી કપૂર અને સોનુ નિગમ છવાઈ ગયા હતા અને મહેમાનોનાં દિલ જીત્યાં હતાં. જામનગરમાં રિલાયન્સના ચેરમેન મૂકેશભાઈ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો 10 એપ્રિલે 29મો જન્મદિવસ હતો, જેની ધમાકેદાર ઉજવણી રિલાયન્સ ગ્રીન્સ ખાતેના અંબાણી પરિવારના નિવાસસ્થાને કરવામાં આવી. આ પાર્ટી માટે 8 એપ્રિલની રાત્રે સલમાનખાને હાજરી આપી ગીત ગાયું હતું, જેથી મહેમાનો ખુશ થઈ ગયા હતા. તો સિંગર બી પ્રાકે પણ ગીતથી અનંત અંબાણીને વધાવી લીધો હતો. 9 એપ્રિલે ગાયક સોનુ નિગમ પરિવાર સાથે જોડાયા હતા. ત્રિ-દિવસીય જલસામાં 10 એપ્રિલે અન્ય સેલિબ્રિટી પણ જોડાઈ હતી.
અંબાણી પરિવારના મૂકેશભાઈ-નીતાબહેનના લાડલા નાના પુત્ર અનંતના 29મા જન્મદિવસને યાદગાર બનાવવા રિલાયન્સ ખાતે 3 દિવસની પાર્ટીમાં પ્રથમ દિવસે સલમાનખાન, જ્હાનવી કપૂર અને તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા, તમામ યંગ સેલિબ્રિટી સાથે જોવા મળી હતી.


comments powered by Disqus