અરવલ્લીમાં સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ‘અનાદિમુક્ત વિશ્વમ્’ બનશે

Wednesday 17th April 2024 06:13 EDT
 
 

બાયડઃ મોડાસા-ધનસુરા હાઇવે પર 350 વીઘા જમીન પર રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ‘અનાદિમુક્ત વિશ્વમ્’ તૈયાર કરાશે. સ્વામિનાયારણ મંદિર, વાસણા સંસ્થાન (એસએમવીએસ)એ ધ્યાન કેન્દ્ર માટે 5 વર્ષમાં રાજ્યભરમાં 250થી વધુ જગ્યા જોયા બાદ પર્વતમાળા, નદી, તળાવનું સાંનિધ્ય મળે તેવી આ જગ્યા પસંદ કરી છે. અહીં એકસાથે 50 હજારથી વધુ લોકો ધ્યાન કરી શકે તેવી સુવિધા તૈયાર કરાશે. સોમવારે ધુળેટીના દિવસે ‘અનાદિમુક્ત વિશ્વમ્’નો શિલાન્યાસ કરવામાં આવ્યો, જેને 2026માં તૈયાર કરી દેવાશે.
નિર્લેપ્તસ્વામીએ જણાવ્યું કે, પહેલા તબક્કામાં 350 વીઘામાં આ સંકુલ તૈયાર કરાશે, ત્યાર બાદ બીજા તબક્કામાં વધુ 200 વીઘા જમીન પર સંકુલનો વિકાસ કરાશે.


comments powered by Disqus