આઇઆઇએમ-અમદાવાદ ટોપ-25માં

Wednesday 17th April 2024 06:41 EDT
 
 

નવી દિલ્હીઃ વિષય આધારિત જાહેર કરવામાં આવેલા ક્યુએસ વર્લ્ડ રેકિંગ્સ અનુસાર વિશ્વની ટોચની 25 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઇઆઇએમ, અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની ટોચની 50 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઇઆઇએમ-બેંગલોર અને આઇઆઇએમ-કલકત્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિશ્લેષણ સંબંધી કંપની ક્વાક્વેરેલી સાઇમંડ્સ (ક્યુએસ), લંડન દ્વારા જાહેર પ્રતિષ્ઠિત રેન્કિંગમાં જેએનયુ ભારતમાં પ્રથમ નંબરે છે. ડેવલપમેન્ટ સ્ટડીઝ બાબતે જેએનયુ વિશ્વમાં 20મા ક્રમે અને ચેન્નાઇ સવિતા ઇન્સ્ટિ. ઓફ મેડિકલ સાયન્સ ડેન્ટલ કોલેજમાં 24મા ક્રમે છે.


comments powered by Disqus