ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લઈને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 14 એપ્રિલે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. કચ્છ તેમજ અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં પવન સાથે ધોધમાર, તો ક્યાંક હળવો વરસાદ પડ્યો હતો. ઉનાળામાં પવન સાથે તોફાની વરસાદ વરસતાં કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શનિવારે બપોર બાદ અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢિયા સહિતના વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું.

