કચ્છમાં દરિયાલાલ જયંતીની ઉજવણી

Wednesday 17th April 2024 06:12 EDT
 
 

કચ્છ જિલ્લામાં વસતા લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભુજ, ગાંધીધામ અને અંજારમાં ખાસ પૂજાવિધિ સહિત શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજ એકત્ર થયો હતો. લોહાણા મહાજન દ્વારા ભુજ ખાતે પૂજ્ય દરિયાલાલજીની 851મી જન્મજયંતીની મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેની રાહબરી હેઠળ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.  


comments powered by Disqus