કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી પણ રાહત નહીં

Wednesday 17th April 2024 06:41 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હી લીકર સ્કેમ મામલે જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે સોમવારે ત્વરિત રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે ઈડીને નોટિસ ઇશ્યૂ કરીને આ મુદ્દે પોતાનો જવાબ 24 એપ્રિલ સુધીમાં સબમિટ કરવાનો આદેશ કર્યો છે. સીબીઆઇએ દાવો કર્યો છે કે કેજરીવાલ વિરુદ્ધ અમારી પાસે પૂરતા પુરાવા છે. અભિષેક મનુ સિંધવીએ દાવો કર્યો કે કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરતાં રોકવા માટે જ પકડી લેવાયા છે.


comments powered by Disqus