દહેગામઃ શિયાવાડા ગામનો એક યુવક સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ માટે 8 મહિના પહેલાં કેનેડા ગયો હતો. બ્રેમ્પટનમાં રહેતો યુવક મિત પટેલ જોબ માટે ઘરેથી નીકળી રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક મિની ટ્રકે અડફેટે લેતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
દરમિયાન કેનેડામાં જ રહેતી સિદ્ધિ પટેલ નામની એક ગુજરાતી વિદ્યાર્થિનીએ મિત પટેલનો મૃતદેહ વતનમાં લાવવા લોકોને આર્થિક મદદ કરવાની અપીલ કરી છે.

