કોંગ્રેસે આખરે બાકી ઉમેદવારોના નામ જાહેર કર્યાં

Wednesday 17th April 2024 04:51 EDT
 
 

સુરતઃ કોંગ્રેસે આખરે લોકસભાના 4 અને વિધાનસભા પેટાચૂંટણીનાં 5 નામ જાહેર કર્યાં. લોકસભામાં રાજકોટથી પરેશ ધાનાણી, નવસારીથી નૈષધ દેસાઈ, મહેસાણાથી રામાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને મેદાને ઉતાર્યા છે. તો વિધાનસભાની 5 બેઠક પૈકી વિજાપુરમાં દિનેશ પટેલ, પોરબંદરમાં રાજુભાઈ ઓડેદરા, માણાવદરથી હરિભાઈ કણસાગરા, વાઘોડિયાથી કનુભાઈ ગોહિલ અને ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમાર પર પસંદગી ઉતારી છે. 


comments powered by Disqus