ગુજરાતમાં 19 એપ્રિલ બાદ પ્રધાનમંત્રી ચૂંટણી સભાઓ ગજવશે

Wednesday 17th April 2024 05:30 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કે ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકો માટે મતદાન થશે. તે પહેલા તબક્કાની ચૂંટણીમાં દેશનાં 21 રાજ્યોમાં 102 બેઠકો માટે 19મી એપ્રિલે મતદાન યોજાવાનું હોવાથી પ્રધાનમંત્રી મોદી 19 એપ્રિલ અથવા તે પછી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, સભા અને રોડ-શો યોજશે.
ભાજપના ટોચના નેતાએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી 5થી 6 દિવસ ગુજરાતમાં ફાળવી શકે તેવું આયોજન ચાલે છે. જેમાં ચારેય ઝોનમાં 8 જેટલી ચૂંટણીસભા અને રોડ-શોનું આયોજન થશે.


comments powered by Disqus