ચૈત્રી નવરાત્રીએ મા અંબાનાં ચરણોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

Wednesday 17th April 2024 06:12 EDT
 
 

ગુજરાતની ઉત્તરે અરવલ્લીની ગિરિમાળામાં ગબ્બર પર્વત પર અખંડ જ્યોતિ સ્વરૂપ પૂજાતા આદ્યશક્તિના આ સ્થાનકનું આગવું મહત્ત્વ છે. પ્રાચીનકાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ છે. અત્યારે અહીં શક્તિની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધાપૂર્વક ઊજવાઈ રહ્યું છે. અહીં પગ મૂકતાં જ મનની મલીનતા દૂર થઈ જવાની સાથે મન સ્થિર થઈ જતાં હોવાની માન્યતા છે. ચૈત્રી નવરાત્રી હોવાથી ગુજરાતના ખૂણેખૂણે અને દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓનું વહેલી સવારથી જ ગબ્બર પહોંચવાનું શરૂ થઈ જાય છે. શ્રદ્ધાળુઓ ગબ્બરના ગોખ સામે આદ્યસ્વરૂપાની અખંડ જ્યોતના અજવાળે નવી ઊર્જા મેળવી પોતાના જીવનમાં અજવાળું પથરાય તેવી શ્રદ્ધા-ભક્તિ સાથે દર્શન કરી માથું ટેકવે છે.


comments powered by Disqus