નેશનલ હેરાલ્ડની રૂ. 751.9 કરોડની સંપત્તિની જપ્તિ યોગ્ય

Wednesday 17th April 2024 06:41 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પીએમએલએ નિર્ણાયક ઓથોરિટી દ્વારા કોંગ્રેસ સાથે જોડાયેલ નેશનલ હેરાલ્ડ અખબાર અને તેને સંબંધિત કંપનીઓની સંપત્તિઓની જપ્તીને યથાવત્ જાળવી રાખી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક નિર્ણાયક ઓથોરિટીએ ઈડી દ્વારા કોંગ્રેસ સંચાલિત એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ તથા યંગ ઈન્ડિયનની રૂ. 751 કરોડથી વધુની સંપત્તિની જપ્તીને વાજબી ઠેરવી હતી. ઓથોરિટીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, માનવું છે કે ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલી ચલ સંપત્તિ અને ઈક્વિટી શેર્સ અપરાધથી અર્જિત કરેલી કમાણી છે અને તે મની લોન્ડરિંગ સંબંધિત છે. ઓથોરિટીએ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા સંચાલિત એજેએલ અને વાઈઆઈએ સાબિત કરવામાં નિષ્ફળ હતાં કે તેમની કમાણી પીએમએલએની કલમ 24 હેઠળ અપરાધ દ્વારા કરવામાં આવી નથી. 


comments powered by Disqus