ભાજપ સરકારનો 100 દિવસનો પ્લાન તૈયારઃ મોદી

Wednesday 17th April 2024 06:13 EDT
 
 

નવી દિલ્હીઃ સરકાર દ્વારા જેલ મોકલવામાં આવવાના વિપક્ષના આરોપોને ફગાવી દેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇડી દ્વારા નોંધવામાં આવેલા મોટાભાગના કેસ તે વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે છે જેને રાજકારણ સાથે કશું લાગતુંવળગતું નથી. પ્રામાણિકે ડરવાની કોઈ જરૂર નથી. તેની સાથે તેમણે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસના પ્લાનની પણ વાત કરી હતી.
પીએમ મોદીના ભાષણોમાં 2024 નહીં પરંતુ 2047 સુધીનું લક્ષ્ય છે. તે અંગે તેમણે જણાવ્યું કે, બંને જુદી-જુદી બાબત છે. દેશ આ સમયે આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સિવાય સો વર્ષ પૂરા થશે ત્યારે આ પ્રકારે 75 વર્ષ અને 100 વર્ષ એવા સીમાચિન્હો હોય છે જે એક પ્રકારનો નવો ઉત્સાહ ભરે છે.
તેમણે આ ઉપરાંત ઇલેક્ટોરલ બોન્ડ્સ અંગે જણાવ્યું હતું કે ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ ડામવા માટે ઇલેક્ટરોલ બોન્ડની સ્કીમ લાવવામાં આવી હતી. હવે આ રદ થતાં દરેક જણને અફસોસ થશે. તેમણે જણાવ્યું હતું કે હવે ઇલેક્ટોરલ બોન્ડ જ નહીં હોય તો તમને કઈ સિસ્ટમથી નાણા આવ્યા અને કઈ સિસ્ટમથી જશે તેની ખબર જ ક્યાંથી પડશે.
પ્રધાનમંત્રીએ લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવ્યા પહેલાં ત્રીજા કાર્યકાળની તૈયારી પણ કરી લીધી છે. તેમણે પોતાના 100 દિવસના આયોજન અંગે જણાવ્યું. કે, હું નથી માનતો કે મેં બધું કરી લીધું છે. મારે હજી ઘણું બધું કરવાનું છે. અત્યાર સુધી જે થયું હતું તે તો ટ્રેલર છે. તેથી મેં ચૂંટણી પહેલાં જ આયોજન કરવાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી હું 2047ને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યો છું. આ માટે મેં દેશના 15 લાખ લોકોનાં સૂચનો લીધાં છે કે તેઓ આગામી 25 વર્ષોમાં દેશને કેવો જોવા માગે છે. 15થી 20 લાખ લોકોએ સૂચનો આવ્યાં છે. એઆઇની મદદથી આ સૂચનોને વિષય દીઠ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી 25 વર્ષના વિઝન માટે અધિકારીઓની સમર્પિત ટીમ બનાવી છે.


comments powered by Disqus