જામનગરઃ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના વિવાદમાં જૌહરનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ જામનગર જામસાહેબે જણાવ્યું છે. તેઓએ રાજપૂતોને માત્ર હિંમત નહીં, એકતા બતાવી વિરોધ કરી એકસાથે મળી ચૂંટણીમાં હરાવવા લોકશાહીને અનુરૂપ સજા હોવાનું પણ જણાવ્યું છે.
શત્રુશલ્યસિંહજીએ પરસોત્તમ રૂપાલાની વિવાદિત ઘટના અંગે જણાવ્યું છે કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો આપણે પોતાની જાતને સજા આપવાની ન હોય, પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુનો કરે તેને સજા થવી જોઈએ. આ પ્રકરણમાં બહેનોએ હિંમત દર્શાવી તેને ધન્યવાદ છે, પરંતુ જૌહરનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હાલમાં ભારતમાં લોકશાહી છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા. તેનું કારણ ફક્ત હિંમત નહીં, એકતા પણ હતી.

