રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિજય મુહૂર્ત પહેલાં જ 11:30 વાગ્યે લાભ ચોઘડિયામાં ઉમેદવારી ફોર્મ ભર્યું. ભગવાન શંકર સમક્ષ શિશ ઝુકાવી રેલીસ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચેલા રૂપાલાએ જંગી સભાને સંબોધી હતી, જે દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટ્યા હતા. પરસોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વજુભાઈ વાળા, ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે.

