લોકસભા ચૂંટણીમાં ફોર્મ ભરતાં ગેનીબહેન અને ઋત્વિક મકવાણા ભાવુક થયાં

Wednesday 17th April 2024 04:51 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં અધિકારીઓ સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ લોકશાહીનો ઉત્સવ રંગ પકડી રહ્યો છે. સોમવારે 26 લોકસભા મતક્ષેત્રોમાં 28 અને 5 વિધાનસભા બેઠકો ઉપર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. બનાસકાંઠામાં ફોર્મ ભરતા પૂર્વે સમર્થકોની સભાને સંબોધતાં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર રડી પડ્યાં હતાં.
આવા જ કંઈ દૃશ્યો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યાં હતાં, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા લાગણીવશ પોતાના આંસુને રોકી શક્યા નહોતા. પહેલાથી ચર્ચાસ્પદ રહેલા ભરૂચ લોકસભામાં પણ ભાજપના મનસુખ વસાવાએ સાતમી ટર્મ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.


comments powered by Disqus