વડોદરામાં પાંજરાપોળની ગાયોને ભરપેટ કેરીનો રસ પિરસાયો

Wednesday 17th April 2024 06:13 EDT
 
 

વડોદરાઃ શ્રવણ સેવા ફાઉન્ડેશન વડોદરામાં છેલ્લાં ત્રણ વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડી રહ્યું છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રખાયેલાં પશુઓને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લિટર રસ પશુઓને અર્પણ કરાયો છે. પાંજરાપોળમાં
ગાય સહિત 2000 જેટલાં પશુ હાલ આશરો લઈ રહ્યાં છે.
નીરવ ઠક્કરે જણાવ્યું કે, વડોદરાથી ફૂડગ્રેડ કેરબા ભરીને પાંચસો કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપડામાં બરફ ભરીને લઈ જવાયો હતો. ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતે મોટી ક્યારી બનાવવામાં આવી હતી, જેને સાફ કરીને તેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો. જેવી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને રસ આરોગવા માંડી હતી.


comments powered by Disqus