સરસ્વતી સ્વરૂપા જાપાનનાં દેવી પર રિસર્ચ કરાયું

Wednesday 17th April 2024 06:13 EDT
 
 

વડોદરાઃ મહારાજા સયાજી યુનિ.ની સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપકે મા સરસ્વતીના સ્વરૂપસમાન જાપાનનાં દેવી પર રિસર્ચ શરૂ કર્યું છે. ભારતની ભૂમિ પર શક્તિ-બુદ્ધિના સ્વરૂપ તરીકે માતા સરસ્વતીદેવીના સ્વરૂપને જાપાનમાં 16મી સદીથી પૂજવામાં આવે છે.
આચાર્ય હિતેષ રાવિયાએ કહ્યું કે, દેવી સરસ્વતીનું સ્વરૂપ જાપાનમાં બેન્ઝાઇટેન સ્વરૂપે પૂજાય છે. સનાતન ધર્મનું રિસર્ચ કરતાં જાપાનનાં ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, બેન્ઝાઇટેનનું સ્વરૂપ મા સરસ્વતી સમાન જ દેખાય છે, જેને પણ ગોડ ઓફ નોલેજ તરીકે પૂજવામાં આવે છે.


comments powered by Disqus