170 ફૂટનો એલચી-લવિંગનો હાર અયોધ્યા ખાતે મોકલાશે

Wednesday 17th January 2024 04:53 EST
 
 

માતૃમંદિર કોલેજ રાજકોટના વિદ્યાર્થીઓએ અયોધ્યા પ્રભુ શ્રીરામ ભગવાનના મંદિર માટે 170 ફૂટનો ભવ્ય હાર બનાવ્યો છે. આ હારની વિશેષતા એ છે કે, મંદિરના શિખરથી નીચે જમીન સુધી પહોંચે એટલો મોટો બનાવાયો છે. હારમાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરેલો છે, કેમ કે હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ થાય છે. આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થીઓ સતત કાર્યરત રહ્યા હતા.


comments powered by Disqus