નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં સંસદનું ટૂંકું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરીની વચ્ચે યોજાવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31 જાન્યુઆરીએ બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ સત્રમાં મહિલા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવાની જાહેરાત થવાની ધારણા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ બજેટ સંપૂર્ણ બજેટને બદલે વચગાળાનું બજેટ હશે, કારણ કે હવેથી બે કે ત્રણ મહિના પછી લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

