અમિત શાહના મોટાં બહેનનું અવસાન

Wednesday 17th January 2024 04:53 EST
 
 

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં મોટાં બહેન રાજેશ્વરીબહેનનું મુંબઈસ્થિત હોસ્પિટલમાં અવસાન થયું. અવસાનના સમાચારની જાણ થતાં જ અમિત શાહે તમામ કાર્યક્રમ રદ કર્યા હતા. થલતેજના સ્મશાનમાં રાજેશ્વરીબહેનની અંતિમવિધિ કરાઈ હતી, જેમાં અમિત શાહ સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા.
60 વર્ષીય રાજેશ્વરીબહેન શાહ છેલ્લા કેટલાય સમયથી ફેફસાંની બીમારીથી પીડિત હતાં. છેલ્લા એક મહિનાથી મુંબઈસ્થિત હોસ્પિટલમાં ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની સારવાર ચાલી રહી હતી.


comments powered by Disqus