ઓખાથી બેટ દ્વારકાથી જમીન માર્ગે જોડતા 2320 મીટર લાંબા કેબલ સ્ટ્રેઇડ બ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ થવાને આરે છે. 2017માં પ્રધાનમંત્રી મોદીએ આ સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ફોરલેનના આ બ્રિજમાં કેબલ સ્ટ્રેઇડની લંબાઈ 900 મીટર છે. ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર જ્યારે બેટ દ્વારકા તરફના એપ્રોચ રોડની લંબાઈ 650 મીટર છે. આ સિગ્નેચર બ્રિજ 2024માં ખુલ્લો મુકાઈ જશે. બ્રિજ પર ઝિગઝેગ ક્લેવર રાખવામાં આવ્યા છે. અહીં વચ્ચેના ભાગે ચાર વ્યૂઇંગ ગેલેરી છે. અહીંથી પ્રવાસીઓ દરિયાનો નજારો માણી શકશે.

