કોંગ્રેસના વિશ્વાસુ મિલિન્દ દેવરા શિંદે - શિવસેનામાં સામેલ

Wednesday 17th January 2024 06:36 EST
 
 

મુંબઈઃ રાહુલ ગાંધીએ મણિપુરથી ન્યાયયાત્રા શરૂ કરી તે જ દિવસે મુંબઈના કોંગ્રેસના માજી સાંસદ મિલિન્દ દેવરાએ કોંગ્રેસ સાથે નાતો છોડી સીએમ એકનાથ શિદેના વડપણ હેઠળની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. આ સાથે મુંબઈના દેવરા પરિવારના કોંગ્રેસ સાથેના 55 વર્ષ જૂના સંબંધનો અંત આવ્યો હતો. મિલિન્દ દેવરા બે ટર્મ માટે કોંગ્રેસના લોકસભાના સભ્ય રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રીપદે પણ રહ્યા હતા. તેમના પિતા મુરલી દેવરા 4 ટર્મ સુધી સાંસદ રહ્યા હતા, તથા તેઓ પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા. મિલિન્દ દેવરાએ પક્ષ સાથે છેડો ફાડતાં મુંબઈમાં કોંગ્રેસને ઉદ્યોગજૂથો સાથે સંબંધ, ગુજરાતી અને મારવાડી ઉપરાંત ઉચ્ચ મધ્યમવર્ગીય અને વેપારી વોટબેન્કમાં મોટો ફટકો પડ્યો છે. 


comments powered by Disqus