જૂનાગઢઃ ગિરનારનાં જંગલમાં ઊગતી 400થી વધુ જાતિની વનસ્પતિનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. ઉપરાંત અલગ-અલગ પ્રકારની 60થી વધુ ફૂગ મળી આવી છે. તેમાંથી 30ની ઓળખ કરવામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના સંશોધકોને સફળતા મળી છે. લાઇફ સાયન્સ વિભાગના હેડ ડો. સુહાસ વ્યાસ અને પીએચડીમાં અભ્યાસ કરતા વિજય પરમારે જણાવ્યું હતું કે, ગિરનાર જંગલમાં થતી આ ફૂગનો તબીબી ક્ષેત્રે ખૂબ મોટો ઉપયોગ થઈ શકે છે. હાલ 30 જાતની અલગ અલગ ફૂગની ઓળખ મળી છે, તો અન્ય 52 ફૂગ અંગેનું સંશોધન ચાલે છે. જેના ઉપયોગ અંગે શોધ ચાલી રહી છે.

