પ્રજાસત્તાક દિવસની પરેડમાં મેડ ઈન ઈન્ડિયા પર ભાર અપાશે

Wednesday 17th January 2024 06:43 EST
 
 

નવી દિલ્હીઃ રાજપથ પર આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મેડ ઇન ઇન્ડિયા હથિયારો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. પરેડ દરમિયાન સ્વદેશી હથિયાર જેવાં કે એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર, પિનાકા રોકેટ અને એન્ટિ ટેન્ક મિસાઇલ નાગનું પ્રદર્શન કરવામાં આવશે.
એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર દેશનું પ્રથમ સ્વદેશી મલ્ટિ રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે, જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરાયું છે. એલસીએચ પ્રચંડ ગ્રાઉન્ડ એટેક અને હવાઈ હુમલામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટર આધુનિક સ્ટીલ્થ ટેકનિકથી સજ્જ છે, જેમાં આર્મર પ્રોટેક્શન અને રાત્રે હુમલા કરવાની ક્ષમતા પણ રહેલી છે. નાગ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસાવાઈ છે.
ગણતંત્ર દિવસની પરેડમાં આધુનિક બખ્તરબંધ ગાડીઓ અને અન્ય વિશિષ્ટ વાહનો પણ પ્રદર્શિત કરાશે. આ વર્ષની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં મુખ્ય અતિથિ રહેશે. મેડ ઇન ઇન્ડિયા હથિયારોમાં ટી-90 ટેન્ક, બીએમપી-2 ઇન્ફ્રન્ટ્રી કોમ્બેટ વાહન, ડ્રોન જામર્સ, એડ્વાન્સ સર્વત્ર બ્રિજ, સપાટી પરથી હવામાં વાર કરી શકે તેવી મિસાઇલો અને મલ્ટિ ફંક્શન રડાર, વગેરેનું પણ પ્રદર્શન કરાશે.


comments powered by Disqus