પોરબંદરઃ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા નિર્મિત દેશનું પ્રથમ સ્વદેશી ડ્રોન દૃષ્ટિ-10 બુધવારે નૌકાદળને સુપરત કરવામાં આવ્યું હતું. આ ડ્રોન પોરબંદર સ્થિત રાજ્યના એકમાત્ર માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) સ્ટેશન ખાતે તહેનાત કરાશે. આ ડ્રોનની મદદથી ગુજરાતના કાંઠા વિસ્તારની હિલચાલો પર નજર રાખવામાં આવશે. આ ડ્રોન 450 કિલો વજનના પેલૉડ સાથે 36 કલાક ઉડાન ભરી શકે છે.

