અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એએમસીના ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટનગર નવી દિલ્હી પરત ફરતા પહેલાં રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. નવીદિલ્હી જતા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો અને અચાનક રાત્રે 8 વાગ્યે ફલાવર શોમાં પહોંચી ગયા હતા. ફલાવર શોમાં પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રયાન-3, વડનગરનાં તોરણ, સરદાર વલ્લભભાઈ પટેલ, નવું સંસદભવન વગેરેની પ્રતિકૃતિ નિહાળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એએમસી કમિશનર એમ. થેન્નારસન સાથે પરામર્શ કર્યો હતો અને એએમસી ફલાવર શોમાં તૈયાર કરાયેલા 221 મીટર લંબાઈના ફલાવર સ્ટ્રક્ચરને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન મળવા બદલ એએમસી તંત્ર અને શાસકોને અભિનંદન આપ્યાં હતાં.

