બનાસ ડેરી પશુપાલકોને વગર વ્યાજે 50 હજારની લિમિટનું ક્રેડિટ કાર્ડ આપશે

Wednesday 17th January 2024 05:59 EST
 
 

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે. ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી છે કે, બનાસ ડેરી પશુપાલકોને રૂ. 50 હજારની લિમિટ સાથે 0 ટકાના વ્યાજે ક્રેડિટ કાર્ડ આપશે, જે પશુપાલકોને 15 જાન્યુઆરીથી આપવામાં આવશે.
થરાદ તાલુકાના મલુપુર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાને સંબોધતાં પશુપાલકો માટે આ જાહેરાત કરી હતી. આવનારી 15 જાન્યુઆરીએ દિયોદરના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પશુપાલક બહેનોને ક્રેડિટ કાર્ડ અપાશે. આ ક્રેડિટ કાર્ડની જાહેરાતથી બનાસ ડેરીના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને ચેરમેનના આ નિર્ણયને પશુપાલકોએ આવકાર્યો છે.


comments powered by Disqus