નવી દિલ્હીઃ બહુજન સમાજપાર્ટીના સર્વેસર્વા અને ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સોમવારના દિવસે પોતાના જન્મદિને જાહેર કરી દીધું છે કે તેમની પાર્ટી 2024ની ચૂંટણીમાં એકલે હાથે ઝંપલાવશે. આ સાથે તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામમંદિર માટે પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે, તેનાથી અમને કોઈ વાંધો નથી, અમે તેનું સ્વાગત કરીએ છીએ.
પોતાના 68મા જન્મદિને પત્રકાર પરિષદને કરેલા સંબોધનમાં માયાવતીએ ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં જોડાવાની ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે, તેઓ 2024ની લોકસભાની ચૂંટણી એકલે હાથે લડવાનાં છે. આ સાથે આ પીઢ નેતાએ ‘ત્રીજો મોરચો' પણ રચવાની પોતાની એષણા વ્યક્ત કરી હતી.

