ભાદરણની મુલાકાત દરમિયાન વેપારી સૌરભભાઈ પટેલ (જમણે) દ્વારા સી.બી. પટેલનો આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેમનાં માતા કાન્તાબહેન, પત્ની શિલ્પાબહેન, પુત્રી શિવાની, પુત્ર આયુષ અને પુત્રવધૂ ચાંદની દ્વારા સી.બી. પટેલની આગતા-સ્વાગતા કરવામાં આવી હતી. સી.બી. પટેલના આગમનની જાણ થતાં જ બોરસદના ધારાસભ્ય રમણભાઈ પટેલ (વચ્ચે) દ્વારા પણ તેમની સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી. રમણભાઈ પટેલે આ મુલાકાત દરમિયાન બોરસદની સિદ્ધિ અને ભાજપના શાસનમાં ચાલતાં વિકાસકાર્યોથી સી.બી. પટેલને અવગત કરાવ્યા હતા.

