ભાજપ ફેબ્રુઆરીમાં લોકસભા માટે બે નામ જાહેર કરી શકે

Wednesday 17th January 2024 04:53 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતની લોકસભાની 26 પૈકી બે બેઠક પર ભાજપ ઉમેદવારોની જાહેરાત આવતા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે. આ પૈકી એક બેઠક ગાંધીનગર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ નક્કી મનાય છે, જ્યારે બીજી કોઈ એક બેઠક સૌરાષ્ટ્રની હોઈ શકે છે. આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા નવી દિલ્હીમાં લોકસભા બેઠકો માટે નિમાયેલા ક્લસ્ટર સંયોજકો સાથે ચર્ચા કરશે.
ગુજરાતની 26 બેઠકો માટે કુલ 8 સંયોજકો તરીકે સિનિયર નેતાઓની નિમણૂક કરાઈ છે. ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુ અને પ્રદીપસિંહ જાડેજા આ માટે દિલ્હી જઈને નડ્ડા સાથેની બેઠકમાં સામેલ થશે. અહીં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરાશે.


comments powered by Disqus