15 મહિનાની મનશ્રીનો 20 પશુ-પક્ષીનો અવાજ કાઢી વર્લ્ડ રેકોર્ડ

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

સુરતઃ માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. મનશ્રીએ આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. તેની ઉંમર માત્ર 15 મહિના છે અને આ ઉંમરે બાળકો સારી રીતે બોલી પણ શકતાં નથી, ત્યારે મનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષી અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
15 મહિનાની મનશ્રી 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજની સરળતાથી મિમિક્રી કરે છે. જ્યારે પણ તેને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓનાં નામ આપવામાં આવે છે, ત્યારે તે તુરંત જ તેનો અવાજ કાઢી બતાવે છે. ગણતરીની સેકન્ડમાં એક બાદ એક 20થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજની મિમિક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઇડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુંું છે.
મનશ્રીને ઘરની બહાર આવતાં પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવતું, ત્યારે તે તેના અવાજ ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા.


comments powered by Disqus