ભરૂચઃ અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટિનેશનલ થર્મેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે 5 જગ્યાના ઇન્ટરવ્યૂમાં નોકરીવાંચ્છુક યુવાનોની મેદની ઊમટી પડતાં અફરાતફરીનાં દૃશ્યો સર્જાયાં હતાં. થર્મેક્સ કંપનીના નવા પ્લાન્ટની 5 ભરતી માટે 9 જુલાઈએ ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. જેમાં 1500 જેટલા યુવાનો એકઠા થતાં ધક્કામુક્કી થઈ હતી, જેમાં એન્ટ્રસની રેલિંગ પણ તૂટી ગઈ હતી.

