રાજકોટ: શુક્રવારે યોજાયેલા અનંત અંબાણી અને રાધિકનાં લગ્નની વિધિ સમયે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં દેશ-વિદેશથી કલાકારો પહોંચ્યા હતા. રાજકોટના પ્રખ્યાત બે કલાકાર ઓસમાણ મીર અને ગાર્ગી વ્હોરાએ પણ દેશના આ પ્રતિષ્ઠિત પરિવારના પ્રસંગમાં પોતાના સૂર રેલાવ્યા હતા.
અનંત-રાધિકાનાં લગ્નની વિધિ ચાલી રહી હતી, ત્યારે સપ્તપદીના શ્લોક, લગ્ન સમયે બોલાતા વેદની સંગીતમય પ્રસ્તુતી થઈ હતી. ઓસમાણ મીરે કહ્યું કે, અમે કોઈ ગીત, ગઝલ તો ગાઈએ, પરંતુ આ વખતે અમે લગ્નની વિધિ વખતે બોલાતા મંત્રો, શ્લોકની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી.

