1999ના કારગિલ યુદ્ધમાં ભારતના વિજયનાં 25 વર્ષ પૂરા થવા પર એરફોર્સે સરસાવા એરફોર્સ સ્ટેશને 12થી 26 જુલાઈ દરમિયાન કારગિલ વિજય દિવસ રજત જયંતી સમારોહનું આયોજન કર્યું છે. એરફોર્સે રવિવારે ‘ઓપરેશન સફેદ સાગર’ના વીરોને યાદ કર્યા હતા, જે ઓપરેશનમાં એરફોર્સે હેલિકોપ્ટરની સંખ્યાબંધ ઉડાનો ભરી હતી.

