સુરતઃ એટીએસ દ્વારા દુબઈથી 25 ટ્રિપ કરી રૂ. 7 કરોડનું 10 કિલો સોનું ઘુસાડનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. ટોળકી આ સોનું વડોદરાના વોન્ટેડ અબ્દુલ મેમણને આપતી. એસઓજીએ હજીરાથી 4 શખ્સને રૂ. 64.89 લાખના સોના સાથે ઝડપ્યાં હતાં. દુબઈથી સોનાને પેસ્ટ બનાવી બેગમાં બહારની સાઇડ રેક્ઝિન અને પ્લાસ્ટિકની સીટની વચ્ચે 200-200 ગ્રામ સોનાનું લેયર બનાવી તૈયાર કરી દેતા હતા. અઢી વર્ષમાં દુબઈ અને શારજહાંથી 50 પેસેન્જર દાણચોરીનું સોનું સુરત એરપોર્ટ લાવ્યા હતા.

