મધ્યાહન ભોજનની દાળમાં જીવાત નીકળી

Wednesday 17th July 2024 06:07 EDT
 
 

દાંતાઃ મંડાલી ગામે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી છે. જાણકારી મુજબ તાલુકાનાં તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા અનાજમાં જીવાત જોવા મળી હતી. નાનાં બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તાવાળો સામાન શા માટે મોકલવામાં આવ્યો તે એક મોટો સવાલ છે.
શાળાના આચાર્યના જણાવ્યા મુજબ આ દાળનો જથ્થો અઠવાડિયા પહેલાં આવ્યો હતો. અમને જાણ થતાં અમે હલકી ગુણવત્તાવાળા અનાજ અને દાળમાં જીવાત હોવાની જાણ સંચાલકોને કરી હતી. જેના જવાબમાં સંચાલકોએ આ જથ્થાને બદલવાની બાંહેધરી આપી હતી. આઠ દિવસ બાદ પણ આ ખરાબ દાળનો જથ્થો બદલવામાં આવ્યો નથી.


comments powered by Disqus