મુખ્યમંત્રીએ જન્મદિવસે દાદા ભગવાનનાં દર્શન કરી દિવસની શરૂઆત કરી

Wednesday 17th July 2024 06:08 EDT
 
 

ભૂપેન્દ્ર પટેલે 15 જુલાઈએ સોમવારે તેમનો જન્મદિવસ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઊજવ્યો. તેમણે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાનમાં દર્શન-અર્ચન કરીને દિવસનાં કાર્યોનો પ્રારંભ કર્યો હતો. તેમણે ત્રિમંદિર પરિસરમાં દાદા ભગવાન, પૂજ્ય નિરુમાની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી-દેવતાઓનાં દર્શન કરીને શિવમંદિરમાં જળાભિષેક કર્યો હતો. અહીં તેમણે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી, સમૃદ્ધિ અને રાજ્યના અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus