પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ તેમના વતને ખેતરમાં ટ્રેક્ટર ચલાવી આંતરખેડ કરતો વીડિયો સામે આવ્યો છે. વિધાનસભાની પેટાચૂંટણી બાદ હવે મંત્રીમંડળ વિસ્તરણની સંભાવના છે તેમાં અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવની તક મળી શકે છે. મોઢવાડિયાનો આ વીડિયો રાજકીય સંયોગોને જોતાં ઘણો સૂચક મનાય છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં મોઢવાડિયાના રાજકીય મહત્વનો ભેજ જળવાય અને વિઘ્નરૂપ નીંદણ દૂર થાય તો પાક સારો આવે તે બાબત અહીં લાગુ પડે છે.

