વડોદરાના પૂર્વ મ્યુનિ. કમિશનરો સામે શિસ્તભંગનાં પગલાં ભરોઃ ચીફ જસ્ટિસ

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

અમદાવાદઃ હરણી બોટ દુર્ઘટનામાં સુઓમોટો અરજી પરના પોતાના હુકમમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ચોકાવનારું અવલોકન કર્યું છે કે, હરણી તળાવમાં બોટ દુર્ઘટના બની તેનો કોન્ટ્રાક્ટ મેળવવા તદ્દન ગેરલાયક ઠેરવાયેલા કોરિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રાક્ટ આપવામાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવની સ્પષ્ટ ભૂમિકા રહી હોવાનું રિયોર્ટમાં સ્પષ્ટ થયું છે.
કોર્ટે ટેન્ટેટિવ ઓપિનિયન આપતાં જણાવ્યું કે, આ બંને અધિકારીએ પોતાની કરજમાં બેદરકારી દાખવી છે અને તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો છે. આથી સામાન્ય વહીવટ વિભાગે આ બંને અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં ભરવાં જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની બોટ પલટી ખાઈ જતાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકો સહિત 14નાં મૃત્યુ થયાં હતાં, જે અંગે હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી.


comments powered by Disqus