સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નિતા ચૌધરી છુમંતર

Wednesday 17th July 2024 06:07 EDT
 
 

ભુજઃ પૂર્વ કચ્છ પોલીસ વિભાગની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નિતા ચૌધરીના સેશન્સ કોર્ટે જામીન રદ કરી તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલાં જ તે ફરાર થઈ ગઈ હતી. નિતા ચૌધરીને પોલીસની હત્યાના પ્રયાસના ગુનામાં ભચાઉ કોર્ટે જામીન આપ્યા હતા, જે બાદ પ્રોહિબિશન કેસમાં રાજસ્થાન ગયાા બાદ ભચાઉ અદાલતના હુકમના પગલે નિતાને જામીન મુક્ત કરાઈ હતી, જ્યારે તેના સાગરીત યુવરાજસિંહ જાડેજાને જેલહવાલે કરાયો હતો. નિતા ચૌધરીને
પકડવા માટે પોલીસે ત્રણ ટીમ બનાવી છે.


comments powered by Disqus