ખેડબ્રહ્માઃ ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાઇરસે દેખા દીધી છે. આ વાઇરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં આ શંકાસ્પદ વાઇરસથી 4 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 2 બાળકોની સારવાર ચાલી રહી છે.
ચાંદીપુરાનાં કયાં લક્ષણ
ચાંદીપુરા વાઇરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેનાં લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવાં છે. તે મચ્છર, લોહી ચૂસનારા જંતુ અને સેન્ડફ્લાયથી ફેલાય છે.
નમૂના પુણે લેબમાં મોકલાયા
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાનું કહેવું છે કે, તમામ છ બાળકોનાં લોહીના નમૂના પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યાં હતાં. તેઓ પણ આ જ વાઇરસથી સંક્રમિત હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાં 4 બાળકો પૈકી એક સાબરકાંઠાનો અને બે અરવલ્લી જિલ્લાનાં હતાં, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું.
ખેડબ્રહ્માઃ ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાઇરસે દેખા દીધી છે. આ વાઇરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં આ શંકાસ્પદ વાઇરસથી 4 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 2 બાળકોની સારવાર ચાલી રહી છે.ચાંદીપુરાનાં કયાં લક્ષણચાંદીપુરા વાઇરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેનાં લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવાં છે. તે મચ્છર, લોહી ચૂસનારા જંતુ અને સેન્ડફ્લાયથી ફેલાય છે.નમૂના પુણે લેબમાં મોકલાયાસાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાનું કહેવું છે કે, તમામ છ બાળકોનાં લોહીના નમૂના પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યાં હતાં. તેઓ પણ આ જ વાઇરસથી સંક્રમિત હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાં 4 બાળકો પૈકી એક સાબરકાંઠાનો અને બે અરવલ્લી જિલ્લાનાં હતાં, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું.

