નવી દિલ્હીઃ પીએમ મોદીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા સાઈટ X પર 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ સાથે તેઓ આખા વિશ્વમાં X પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતા બન્યા હતા. X પર છેલ્લા 3 વર્ષમાં મોદીનાં ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. ફક્ત 3 વર્ષમાં 30 મિલિયન યૂઝર્સ પીએમ મોદીનાં એકાઉન્ટ સાથે જોડાયા હતા.

