દહીંસરા: કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત છે. તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. ત્યારે કચ્છમાં ઝરપરા, મુંદ્રા, મઉં, ગઢશિશા, માંડવી, નાની ખાખર, ધ્રબ, કુકમા, કેરા, જદુરાના ખેડૂતો માટે ખારેક કમાઉ દીકરાસમાન ગણાય છે. કચ્છી મેવો મુંબઈ, મહારાષ્ટ્ર, દિલ્હી, નાગપુર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર સુધી પહોંચે છે. તેમ વિદેશમાં લંડન, સ્વિડન, ઓસ્ટ્રેલિયા, સિસલ, સાઉથ આફ્રિકા, અમેરિકા, જર્મની, જાપાન, મસ્કત, નાઇરોબી, કેન્યા, કંપાલા, દાર-એ-સલામ નિકાસ થાય છે. મોટા પ્રમાણમાં નિકાસ થતી ખારેક ખેડૂતોને અને દેશને મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ રળી આપે છે. આ વર્ષે ભારે ગરમી પડવાથી જથ્થાબંધ ફાલ ઉતર્યો છે. તેમાં પણ ઇઝરાયલી ખારેકનો સ્વાદ અનોખો છે. ખારેકનાં ઝાડ ખારેકથી શોભી ઊઠ્યાં છે. ખેડૂતો હવે આ ખારેકને વિદેશ મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

