GILનાં મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર

રુચિ ભાવસારની આવક કરતાં 624 ટકા વધુ મિલકત મળી

Wednesday 18th December 2024 04:22 EST
 
 

અમદાવાદઃ ગાંધીનગર એસીબીએ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)ના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટની આવક કરતાં વધુ સંપત્તિ મળવાના મામલે ધરપકડ કરી છે. જીઆઇએલનાં રુચિ ભાવસારે 2017 થી 2022 દરમિયાન આવક કરતાં 624 ટકાની વધુ સંપત્તિ વસાવી હતી, એસીબીની તપાસમાં જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. પોતે ધનવાન થવા માટે ચેક પિરિયડના સમયગાળા દરમિયાન આવકનાં સાધનોથી મેળવેલી આવક કરતાં કુલ રૂ. 4.07 કરોડ જેટલી, એટલે કે 624 ટકાની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ નાણાંનું રોકાણ પોતાના નામે અને આશ્રિતોના નામે સ્થાવર-જંગમ મિલકતોમાં કર્યાનું ખૂલ્યું હતું. આ કેસમાં એસીબીએ વધુ તપાસ હાથ ધરીને રુચિ જૈમિનકુમાર ભાવસારની વિધિવત્ ધરપકડ કરી છે. એન્ટિ કરપ્શન બ્યૂરોએ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ કંપનીના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર અને તેમની ટીમ વિરુદ્ધ વર્ષ 2022માં રૂ. 40 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધી હતી. હવે જીઆઇએલના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ વિરુદ્ધ રૂ. 4.7 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. 


comments powered by Disqus