પી.પી. સવાણી ગ્રૂપ પરિવાર દ્વારા ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત બે દિવસીય સમૂહલગ્નોત્સવ ‘પિયરિયું’ હેઠળ શનિવારે પ્રથમ દિવસે 110 યુગલનાં સમૂહલગ્ન યોજાયાં, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 55 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મોરારિબાપુ, સંતો, મહેશ સવાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોને તુલસીના રોપા અર્પણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હતો. સાથે અંગદાન જાગૃતિ માટેનો સંકલ્પ લેવડાવાયો હતો. મહેશ સવાણી 16 વર્ષમાં 5275 દીકરીના પાલક પિતા તરીકે કન્યાદાન કરી ચૂક્યા છે.

