અમરેલીઃ પ્રધાનમંત્રી મોદીએ અમરેલી પાઇલટની ટ્રેનિંગમાં અગ્રણી ભૂમિકા ભજવશે તે અંગે સ્વપ્ન સેવ્યું હતું. તેમની આ જ નેમને સાકાર કરવા અમરેલીમાં એકસાથે 2 પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરાયો છે, જેને ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી પીપીપી ધોરણે શરૂ કરાઈ છે. આમ દેશભરમાં અમરેલીનું નામ ગૂંજતું થશે.
આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના ડીજીસીએ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા વિઝન ફ્લાઇટ ઇન્સ્ટિટ્યૂટ સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો. અમરેલી એરપોર્ટ ખાતે આ ટ્રેનિંગ સેન્ટરનો આરંભ પણ થઈ ગયો છે. તેમાં અમદાવાદના બે ઉપરાંત નવી દિલ્હી, કોલકાતા સહિત દેશનાં વિવિધ રાજ્યોથી 30 ભવિષ્યના પાઇલટ યુવક-યુવતીઓ ટ્રેનિંગ લઈ રહ્યાં છે.
ગુજરાતનું આ પ્રથમ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં શરૂ થવાના કારણે હવે દેશભરમાં મોટાભાગના પાઇલટ અમરેલીથી તૈયાર થશે. હાલમાં કુલ 6 મિની પ્લેન દ્વારા પાઇલટને ટ્રેનિંગ અપાઈ રહી છે.

